Posts filed under ‘Heritage and others’

ચંદ્રના અજવાળામાં નહાતો કુંભલગઢ

DSC_3307 [640x480] - Copy

ચંદ્રના અજવાળામાં નહાતો કુંભલગઢ

ચંદ્ર પરથી ચીનની દીવાલ પછી જો નજરે પડતી હોય તો તે છે કુંભલગઢ ફરતે ૩૬ કિ.મી લાંબી અને ૨૬ ફીટ પહોળી દીવાલ ધરાવતી રચના.એક સાથે આઠ ઘોડા જોતરેલા રથ સહિતનીસેના પ્રસાર થઇ શકે તેવી દીવાલને ચીનની દીવાલની લઘુ આવ્રુત્તિ કહી શકાય.

ઉદયપુરથી બે કલાક્ના માર્ગે અને જયપુરની દક્ષિણે આવેલા કુંભલ ગઢને મૌર્ય સામ્રાજ્યના ઐશ્ર્વર્યનું-ભવ્યતાનુ પ્રતીક માનવામાંઆવે છે.રાજસ્થાનમાં મેવાડ સામ્રાજ્યના અતિ દુર્ગમ કુંભલગઢને સર્મથ કહી શકાય તેવા મોગલો પણ પરાસ્ત કરવામાં નિષ્ફળ રહ્યા હતા.૧૯૧૪ મીટર ઊંચી ગિરિમાળા ઉપરનો આ કુંભલગઢ ભુતકાળના રાજપૂત રાજ્યના ભવ્ય પ્રતિક સમો આજે પણ એવી જ ભવ્યતા સાથે સાથે પેનોરમિક વ્યૂના લીધે લોકોમાં એટલો જ આકર્ષણરુપ રહ્યો છે. ૧૫મી સદી દરમ્યાન બંધાયેલો આ કુંભલગઢ ચિત્તોડગઢ જેવી જ મહત્વની કિલેબંધી ધરાવે છે.૩૬ કિ.મી.લાંબી દિવાલ અને સાત મજબૂત દરવાજાથી ઘેરાયેલા કુંભલગઢ તેનાથી જ આરક્ષિત છે.પરંતુ વિધિના વક્રતા એ છે કે રાણા કુંભની હત્યા આ જ કિલ્લામાં તેના દીકરા ઉદયે કરી હતી.

કુંભલ ગઢ સાથે જોડાયેલી તેની કેટલીક સ્થાનિક જગ્યાઓ છે જે પોતાની એક જુદી જ વાત કરી જાય છે. કુંભલગઢના સાત દરવાજા પણ પોતાની અલગ ઓળખ સમા છે.કુંભલગઢની અંદર જ આવેલો કતારગઢ વળી એક નવી-એક અનોખી ભાત ઉપસાવે છે.રાણા કુંભ દ્વ્રારા બંધાયેલા જુના મહેલને પાડીને ત્યાં મહારાણા ફતેહ્સિંહે  મહેલ બંધાવ્યો. કતારગઢમાં લગભગ ૩૬૫ મંદિરો છે.જેમાં ભગવાન શિવને સમર્પિત એવા એક વિશાળ શિવલિંગનો સમાવેશ છે

સોથી પ્રથમ અને પડકાર સમી અરેટ પોળ તેની નજીક આવેલા અરેટ ગામના નામ પરથી જાણીતી છે.કુંભલગઢનો આ દરવાજો કટોકટી સમયે અરીસા દ્વ્રારા પ્રતિબિંબિત કરીને બીજા તમામ દરવાજા સુધી સંદેશો પહોંચાડી શકાય તેવી રચના ધરાવતો રહ્યો.

બીજી હલ્લાપોળ-૧૫૬૭માં મોગલ લશ્કરે કરેલો હુમલો એટલો વિનાશકારી રહ્યો હતો કે આજના વર્તમાન સમયે પણ આ દરવાજા પર તોપમારાનાં નિશાન યથાવત છે.અહીં ભવિષ્યની કટોકટીને ધ્યાનમાં રાખીને બનાવેલી રચના પણ છે. જો બનવાકાળે પરદેશી રાજ્ય ગઢ તોડવામાં સફળ બને તો ત્યાં ભૂગર્ભમાર્ગ છટકબારી હોવા ઉપરાંત સૈન્યને હુમલા સામે ચેતવણી આપવા હાકલથી સંદેશો પહોંચાડવા ઉપયોગી હતો.

કુંભલગઢની ત્રીજી અને ભગવાન હનુમાનજીના નામે જ સમર્પિત એવી હનુમાનપોળ માટે કહેવાય છે કે મહારાણા કુંભે મેવાડના મંદોરની પ્રતિબિંબ સમા આવાસની આભા આપી છે.

ચોથી ભૈરવપોળ ૧૯મી સદીના દેશનિકાલ પામેલા મુખ્ય્મંત્રીના નામ પર આધારિત છે.આ દરવજો કલા-કારીગીરીના તે સમયનો ઉત્ક્રુષ્ટ નમૂનો છે.

કુંભલગઢની પાંચમી પાઘરાપોળ નામે ઓળખાતો આ દરવાજો યુધ્ધ પહેલાં જ્યારે હયદળનું એકત્રીકરણ કરવામાં આવ્યું ત્યારે ત્યાંથી પસાર થતા ઘોડેસવારોને આપવામાં આવતા પીણા (મધના પ્યાલા) માટે જાણીતો છે. બાજુમાંઆવેલા પહેરા (ચોકી) માટેનો મિનારો પણ ઘણી જુની રચના છે.જે લગભગ ૮ મીટર પહોળી દિવાલ ધરાવે છે.

તોપખાનાપોળ નામે જાણીતો છઢ્ઢો દરવાજો ‘તોપ દરવાજા’ તરીકે પણ ઓળખાય છે. અહીં પણ એક ભૂગર્ભ માર્ગ છે જે છટ્કી જવાના ગુપ્ત માર્ગ તરીકે ઉપયોગમાં લેવાય છે. ગઢના સલામતી પરિબળ તરીકે તેની રચના કરવામાં આવી હતી.

ઇતિહાસ સાક્ષી છે પન્નાદાઇની કર્તવ્ય પરાયણતાનો, કાકાની તાજ માટેની- રાજ માટેની તીવ્ર લાલસા જ્યારે બાળ ઉદયસિંહની હત્યા કરવા પ્રેરિત થાય છે ત્યારે બુંદીથી પન્નાદાઇ બાળ ઉદયસિંહને બચાવીને જ્યાં ઉદયસિંહને છુપાવીને ઉછેર કરે છે તે નીમ્બુપોળ કુંભલગઢની પશ્રિમે એની મંત્રમુગ્ધ કરતી ગ્રુહરચના થકી સ્થાપિત છે. કુંભલગઢને જ ત્યારબાદ પોતાનો રહેવાસ બનાવી રાજા ઉઅદયસિંહે મેવાડની રાજ્યસત્તાનો ઉદય કર્યો અને લેક સિટી તરીકે પ્રખ્યાત ઉદેપુરની સ્થાપના કરી.

DSC_3294 [640x480] - Copyતદ્દપરાંત કુંભલગઢની રામપોળ અને વિજયપોળની વચ્ચે ત્રણ પથ્થરની મૂર્તિઓ જોવા મળે છે. લોકવાયકા એવી છે કે રાજવંશની ત્રણ મલિન સ્ત્રીઓએ ગઢમાં પ્રવેશવા માટેના ગુપ્ત દરવાજા વિશે માહિતી આપી દુશ્મનોને મદદ કરવા પ્રયત્ન કરેલો.એની સજારુપે તે સ્ત્રીઓને દીવાલમાં જીવતિ ચણી લેવામાંઆવી હતી.ફરી આવી ભૂલ ન થાય તેવી યાદ અપાવતી એ પથ્થરની મૂર્તિઓ દીવાલના આગળના ભાગે મૂકવામાં આવી છે.

રાણા કુંભની આજ્ઞાથી  રચેયાલો ૩૭ મીટર ઊંચો ૯ માળનો પ્રભાવી મિનારો ‘વિજય સ્તંભ’ નામે ઓળખાય છે. ૧૪૫૮માં તેની રચના પૂર્ણ થઇ હતી.તેનો ‘વિષ્ણુ સ્તંભ’ તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે.આ મિનારો હિંદુ દેવ દેવીઓના અત્યંત સુંદર શિલ્પોથી તેમજ રામાયણ-મહાભારતની પ્રાસંગિક કથાના નયનરમ્ય ચિત્રોથી સુશોભિત છે.

કુંભલગઢમાં ફતેહ પ્રકાશ મહેલ તેની એડવાન્સ વેન્ટિલેશન સિસ્ટમ માટે ખ્યાતિ પામેલો છે.તે જમાનામાં ચીમનીની સિસ્ટમ ધરાવતાં રસોડા અહીં જોવા મળતા. ફ્તેહપ્રકાશ મહેલનો દરબાર હોલ તેની સજાવટ અને પેઇન્ટિંગ માટે ,જ્યારે ગણેશ મંદિર તેમજ દરિયાથી ૩૮૦૦ફુટ ઊંચાઇએથી પનોરમિક વ્યુ માટેનું આકેર્ષણ છે.

બાદલ મહેલ તેના નામ પ્રમાણે સોથી ઊંચાઇએ આંબતી રચના માટે ખ્યાત છે.ગઢની ફરતે પ્રાક્રુતિક સોદર્યનો વ્યુ ધરાવતો કુંભલગઢનો આ સોથી સુંદર મહેલ છે.તેના આવાસો નાજુક પેસ્ટલ રંગોનાં ભીંતચિત્રોથી સુશોભિત છે.આપણા સમ્રુધ્ધ ઐતિહાસિક વારસા સમો કુંભલગઢ અમદાવાદથી ૩૩૫ કિ.મી.અંતરે છે.જ્યારે ઉદેપુરથી ૮૦ કિ.મી.ના અંતરે છે.

આલેખન-રાજુલ શાહ. સંકલનકાર -બેલા ઠાકર

માહિતિ – કલ્યાણ શાહ.

ફોટો સોજન્ય- નિશિથ શાહ, ઇલેશ શાહ,કલ્યાણ શાહ.

For more Pictures look at :

www.kalyanshah.wordpress.com

“આ લેખ/રિવ્યુ  દિવ્યભાસ્કર ની પૂર્તિ દિવ્યભાસ્કર Sunday-”યાત્રા/હેરિટેજ માટે લખ્યો અને 04/10/2009 ના પ્રગટ થયો.”

DSC_3261 [640x480] - Copy

DSC_3259 [640x480]

DSC_3106 [640x480]

DSC_3240 [640x480]

DSC_3303 [640x480]

DSC_3299 [640x480]

DSC_3312 [640x480]

DSC_3244 [640x480]

DSC_3318 [640x480]

DSC_3319 [640x480]

DSC_3320 [640x480]

DSC_3321 [640x480]

DSC_3322 [640x480]

DSC_3323 [640x480]

DSC_3341 [640x480]

DSC_3373 [640x480]

DSC_3379 [640x480]

DSC_3369 [640x480]

DSC_3306 [640x480]

DSC_3299 [640x480]

DSC_3119 [640x480]

DSC_3122 [640x480]

DSC_3163 [640x480]

DSC_3166 [640x480]

DSC_3168 [640x480]

DSC_3240 [640x480]

DSC_3104 [640x480]

THANKS FOR YOUR VISIT.

October 5, 2009 at 3:22 pm 4 comments

SAHERKI MASJID

59 [640x480]

aSAHAR KI MASJID IS ONE OF THE MOST IMPOSING STRUCTURES CONSTRUCTED VERY CLOSE TO THE ROYAL ENCLOSURE. IT MIGHT BE THE PRIVATE MASJID OF THE SULTANS WITH FIVE MIHRABS. THE MAIN ENTRANCE IS THROUGH  AN  ARCHED DOORWAY FLANKED BY TWO MINARETS. IT IS COVERED BY A PROJECTING, SLOPED CHHAJA. TWO MORE ENTRIES ON EITHER SIDE OF THE CENTRAL ONE ARE FLANKED BY JHAROKHAS, ONE WITH STONE JALI. CORRESPONDING TO EACH ARCHED ENTRY IS A LARGE DOME, SURROUNDED ON ALL ITS FOUR SIDES BY SMALLER DOMES. A RECTANGULAR ABULATION TANK WAS CONSTRUCTED IN ITS PREMISES. THE MOSQUE WAS BUILT IN LATER HALF OF 15TH CENTURY.

ARCHAEOLOGICAL SURYEY OF INDIA

September 24, 2009 at 1:28 pm 2 comments

”ઐતિહાસિક નગરી ચાંપાનેર”-(Unesco World Heritage Site)

champaner-copy-640x480

શાહી કિલ્લાની બહાર જુમ્મા મસ્જિદની ભવ્ય ઈમારતની સુવ્યવસ્થિત રચનાનાં વિવિધ અંગો ભારતીય-ઈસ્લામી સુશોભનોથી આગવું મહત્વ ધરાવે છે.

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ચાંપાનેર અને પાવાગઢના મૂંગા પથ્થરોએ ગુજરાતને વર્લ્ડ હેરીટેડના નકશા પર મૂકયું છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરે ૩ જુલાઈ, ૨૦૦૪ના રોજ ગુજરાતના ચાંપાનેર અને પાવાગઢને વિશ્વ હેરિટેજ તરીકેનો દરજજો બક્ષી ગુજરાતના ઐૈતિહાસિક અને સાંસ્ક્રુતિક વારસાને બહુમાન બક્ષ્યું છે. વિશ્વમાં કુલ ૮૫૧ વર્લ્ડ હેરિટેજ સ્થળ છે. જેમાં હવે ગુજરાતનો પણ સમાવેશ થાય છે.

અમદાવાદથી લગભગ ૧૬૦ કિ.મી. અને વડોદરાથી લગભગ ૪૭ કિ.મી. ઈશાને આવેલું આ સ્થળ ગુજરાતના પાવગઢ-ચાંપાનેર ઐતિહાસિક કિલ્લેબંધ નગર તરીકે જાણીતું છે. પાવાગઢ પર્વત ઊપર કાલિક માતાનું ધામ ૮૫૩ મીટરની ઊંચાઈએ આવેલું છે. આ સ્થળ સદીઓથી પૂજા અને યાત્રાના સ્થળ તરીકે જાણીતું છે. આ નૈર્સિગક પર્વત પર આવેલા ચંપકનગરના રક્ષણ માટે તેના ઈશાન તરફના ચઢાણ પર જુદી જુદી જગ્યાએ ઘણી કુશળતાપૂર્વક કિલ્લેબંધી કરવામાં આવી છે. ખડચંપના રંગની આ ભૂમિ ઊપર અર્વાચીન સંશોધન મુજબ વનરાજ ચાવડાના મંત્રી ચંપાએ આ નગર વસાવ્યું હતું. આ મત પ્રમાણે ઈ.સ.૯મી સદીથી અહ નગરની શરૂઆત થાય છે. પરંતુ પુરાવસ્તુઓના પ્રમાણથી અહથી જોરવણ નદીના કાંઠે પથ્થરના ઓજાર વાપરનાર લોકો ઘણાં લાંબા સમયથી રહેતા હોવાનું સિદ્ધ થયું છે. આ જગ્યાએ ઈ.સ.ની પહેલી સદીથી માનવ વસવાટ શરૂ થયો હતો. આશરે ઈ.સ. ૧૩૦૦માં અહ ચૌહાણોએ રાજધાની સ્થાપી અને ઈ.સ.૧૪૨૪ સુધી પોતાની સ્વતંત્રતા ટકાવી રાખી.

૧૮૪ વર્ષ સુધી સ્વતંત્ર રહેલા પાવાગઢ-ચાંપાનેરમાં મહેમુદ બેગડાએ રાજધાની બનાવી. તેને મહામ્મદાબાદ નામ આપ્યું અને અહની ટંકશાળમાં પોતાનું નાણું તૈયાર કર્યું. આ શહેરનો ઝડપથી વિકાસ તો થયો પરંતુ આશરે અડધી સદી પછી ઈ.સ. ૧૫૩૫માં સુલતાન બહાદુરશાહના રાજયકાળમાં દિલ્હીના બાદશાહ હુમાયુએ ચાંપાનેર પર હુમલો કર્યો. ત્યારબાદ અહથી રાજધાની બદલવામાં આવી અને પછી ચાંપાનેરની અવગતિ થઈ.

ચાંપાનેરમાં ઘણાં સ્મારકો છે જેમાં ર્ધાિમક સ્થળો તથા વસવાટ અને લશ્કરી મહત્ત્વના સ્થાપત્યના અવશેષો પૈકી ૩૮ સ્મારકોનું સર્વેક્ષણ પાવાગઢ-ચાંપાનેરના સૌથી જૂના સ્મારક મૌર્યાના મેદનામાં છે. તેમાંનું લકુલીશ મંદિર આશરે દસમી-અગિયારમી સદીનું સૌથી જૂનું સ્થાપત્ય છે. પર્વત પરના બીજા મહત્ત્વના સ્મારકોમાં પતાઈ રાવળનો મહેલ ‘નવલખા કોઠાર’ તથા ‘મકાઈ કોઠાર’ તરીકે જાણીતું દુર્ગ રક્ષકનું સ્થાન અને મહેલ, જૈન દેરાસર, તળાવો, ટાંકો આદિનો સમાવેશ થાય છે. ભગવાન ઋષભદેવ, ચંદ્રપ્રભુ અને પાર્શ્વનાથ ભગવાનના દેરાસરો પણ આ સ્થળે આવેલા હતા.

મૌર્યા પરથી ટકોરખાના, તારાગઢ, લકડીપુલ, માચી, બુઢિયા, દરવાજો, અટક દરવાજો- આદિ દરવાજાઓ વાળી કિલ્લેબંધી નીચે ઉતરે છે.

પર્વત પરના નીચેના ભાગમાં મહેમુદ બેગડાએ સ્થાપેલા ચાંપાનેરૂનગરના શાહી મહેલનો સમચોરસ કિલ્લો છે. બુરજોથી સુરક્ષિત આ કિલ્લાના પ્રવેશદ્વાર પાસેના ગોખની કોતરણી મનોહર છે. રાજમહેલનો વિસ્તાર માંડવી નામે ઓળખાતા પ્રવેશદ્વારથી અન્ય ભાગોથી છૂટો પડે છે.

શાહી કિલ્લાની બહાર જુમ્મા મસ્જિદની ભવ્ય ઈમારતની સુવ્યવસ્થિત રચનાનાં વિવિધ અંગો ભારતીય-ઈસ્લામી સુશોભનોથી આગવું મહત્ત્વ ધરાવે છે. તેનાં પાંચ મનોહર પ્રવેશદ્વારો સુશોભિત કોતરણીથી આકર્ષક લાગે છે. તેના મકસુરાની પાંચ ક્રમાનો પાસેના છજા, સુંદર મિનારા અને મુખ્ય કમાન પાસેનું છજું તેની શોભામાં વધારો કરે છે.

61-640x480

ચાંપાનેરની ઈમારતો ગુજરાતની સ્થાનિક શૈલીના મહત્ત્વના નમૂના છે. તેમાં નગીના મસ્જિદ અને તેની પાસેનો સુશોભિત મકબરો, કેવડા મસ્જિદ, શહેરની મસ્જિદ, લીલા ગુંબજ મસ્જિદ આદિ પોતપોતાની આગવી લાક્ષણિકતા ધરાવે છે. આ ઊપરાંત બીજા ઘણા મકાનો, ટાંકા, રસ્તાઓ, પુલ પણ સારી સંખ્યામાં છે. પૂર્વમાં ચાંપાનેરની બહારના વડા તળાવ પર ખજૂરી મસ્જિદ અને કબૂરતખાનાના નામે જાણીતું હવા ખાવાનું સ્થળ છે.

કાળક્રમે દટાઈ ગયેલા નગરનો કેટલોક ભાગ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના પુરાતત્વ વિભાગ દ્વારા ઊત્ખનનથી બહાર કાઢવામાં આવ્યો છે. તેમાં અમીર મંજિલના વિવિધ ભાગોમાં રહેવાના ઓરડાઓ, વહેતા પાણીની સુંદર રચનાવાળા બગીચા, ઘોડારો વગેરે મળી આવ્યા છે. તેની મૂળ સ્થિતિ મેળવીને આ ભવ્ય વારસાની સાચવણીનું કાર્ય ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનું વડોદરા મંડળ કરે છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ચાંપાનેર પાવાગઢમાં આવેલા ઐૈતિહાસિક સ્મારકોના જિર્ણોદ્ધારનું કાર્ય વર્ષોથી કરે છે. જેમાં મુખ્યત્વે જુમા મસ્જિદ, કેવડા મસ્જિદ, નગીના મસ્જિદ, ઊત્ખનીત નગરના અવશેષો, કબૂતરખાના, શહેર મસ્જિદ, મકાઈ કોઠાર, લકુલીશ મહાદેવનું મંદિર, શાહી કિલ્લાની ઊત્તર તરફની પૂર્વ તરફની, દક્ષિણ તરફની દીવાલો, બુરજો વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારે પણ આ ઐૈતિહાસિક સ્થળના સંરક્ષણ, જાળવણી અને વિકાસ માટે સન ૨૦૦૦ માં ટાસ્ક ફોર્સની રચના કરી સક્રિય યોગદાન આપેલું છે.

આપણું રાષ્ટ્ર માનવ સંસ્ક્રુતિના ઊદ્ભવનું મહત્ત્વનું સ્થાન છે અને ઐતિહાસિક સ્મારકોનો વિશાળ ભંડાર છે. તેની પ્રતીતિ ચાંપાનેરના અવશેષોને જોઈને થાય છે.

આલેખન – રાજુલ શાહ

માહિતી સૌજન્ય – કલ્યાણ શાહ -તસવીરો – કલ્યાણ શાહ

સંકલનકાર -બેલા ઠાકર

“આ લેખ/રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ દિવ્યભાસ્કર Sunday-”યાત્રા” માટે લખ્યો અને 2/8/2009 ના પ્રગટ થયો.”

…………………………………………………………………………………………………………………………………………………………………………………………..

- I N V I T A T I O N -

KALYAN C SHAH

( PRESIDENT CAMERA CLUB OF KARNAVATI ) PRESENTS :

AN EXIBITION OF COLOUR PRINTS ON  CHAMPANER-PAVAGADH:

(Unesco World Heritage Site)

Inauguration By: Shri Jay Narayan Vyas:

(Hon.Minister of Health &Family Welfare,Gujarat state)

Guest Of Owner: Shri Mukesh M Shah C A.

(Managing Trustee,Navgujarat Education Trust)

On Friday.28th August 2009 at 5.00PM

Exhibition will be held at:

L&P Huthessing Visual Art Center,

Opp, Gujarat University,Navrangpura.Ahmedabad-380009.

Open From 28th to 31st August,2009 between 4-00 to8-00 PM

September 8, 2009 at 7:49 am 1 comment


Recent Posts

Flickr Photos

LETS SWING MY VALENTINE

LETS SWING MY VALENTINE

LETS SWING MY VALENTINE

DSC_6128

More Photos
© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain.
free counters

Blog Stats

  • 4,585 hits

Follow

Get every new post delivered to your Inbox.