Posts filed under ‘મેધધનુષ્ય’
મેધધનુષ્ય
મેધધનુષ્ય
Posted on July 21, 2011 by sneha
તારી યાદમાં
પાંપણે બાઝેલા ભેજ અને
મારી ઊર્મીશીલ કલ્પનાના સંયોગથી
રુપકડું મેધધનુષ્ય રચાઇ ગયું
અફ઼ાટ ક્ષિતિજ
તારા મનના છેડાથી મારા મનના છેડા સુધીની
પ્રેમ, અલૌકિકતા ચોમેર બધુંય અદભુત અદભુત…
મિલનઆશના નશામાં
એ મેધધનુષ્ય પર અધીરાઇથી ડગ માંડ્યા
તારા સુધી પહોંચવાનો એક ઓર પ્રયાસ…
સ્નેહા પટેલ – અક્ષિતારક




Recent Comments