Posts filed under ‘તસ્વીર સ્પર્ધા-ચોખી ધાની’
તસ્વીર સ્પર્ધા-ચોખી ધાની
કેમેરા ક્લબ ઓફ કર્ણાવતી અને રંગીલા રાજસ્થાનની પ્રતિકૃતિસમા ચોખી ધાનીના
સંયુક્ત ઉપક્રમે તા. ૨૩, ૨૪ ડીસેમ્બર, ૨૦૧૧ ને શુક્રવાર અને શનિવારના રોજ એક
તસ્વીર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
ચોખી ધાની રંગબેરંગી રાજસ્થાનની સંસ્કૃતિ, લોકકલા, લોકજીવન, સંગીત અને મનોરંજન પીરસતું અમદાવાદના એસ. જી. રોડ પર બીગ બઝારની પાછળ આવેલ રાજસ્થાની ગ્રામ્ય સંસ્કૃતિને સાકાર કરતુ એક અભિનવ અને આગવું સ્થળ છે. રાજસ્થાનના બત્રીસ પકવાનો પીરસતું અને રાજસ્થાની કળા-કારીગરીવાળી ચીજ વસ્તુઓની હાટડીઓ ધરાવતું અમદાવાદનું એક નવલું નજરાણું છે. તેનું આતિથ્ય માણવું એ જીવનનો એક આગવો લહાવો છે.
સી સી કે ના સભ્યોએ તા. ૨૩-૨૪ ડીસેમ્બરના રોજ સાંજના ૪-૦ થી ૯-૦ સુધીમાં આ સ્થળની તસ્વીરો લેવાની રહેશે. તેઓએ લીધેલ તસ્વીરોની ૧૬” X ૨૦” ની સાઈઝ કરી વધુમાં વધુ પાંચ તસ્વીરોની CD સ્પર્ધા માટે આપવાની રહેશે. આ તસ્વીરોમાંથી પસંદ થયેલ તસ્વીરો પુરસ્કાર અને પ્રદર્શનને પાત્ર રહેશે. પ્રથમ પુરસ્કાર રૂ|. ૧૧ હઝાર રોકડા, દ્વિતિય પુરસ્કાર
રૂ|. ૭ હઝાર રોકડા અને તૃતીય પુરસ્કાર રૂ|. ૫ હઝાર રોકડાનો રહેશે. આ ઉપરાંત પાંચ આશ્વાસન ઇનામો રહેશે. આશ્વાસન ઇનામ વિજેતા સ્પર્ધકને ચોખી ધાનીમાં તેમના કુટુંબ સહીત જમવાનું આમંત્રણ અપાશે.
પ્રદર્શનમાં રજુ થયેલ કલાકૃતિઓની માલિકી ચોખી ધાણીની રહેશે. તેઓ પ્રચાર, પ્રસાર અને પ્રદર્શન માટે તેનો વિનામૂલ્યે
ઉપયોગ કરી શકશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટેના પ્રવેશપત્રો સી સી કે ના SECRETARY શ્રી મનોજ ગીલ્ડર તેમજ શ્રી વ્રજ મિસ્ત્રીના મિસ્ત્રી સ્ટુડીઓ પરથી તા. ૧૫ મી ડીસેમ્બેર, ૨૦૧૧ સુધીમાં મેળવી લેવાના રહેશે.
કલ્યાણ સી. શાહ
પ્રમુખ
સી સી કે – કેમેરા ક્લબ ઓફ કર્ણાવતી
મો. ૯૨૨૭૪ ૫૧૧૫૧
kalyanshah@gmail .com





Recent Comments