Posts filed under ‘ગોલ્ડન એઈજ’
ગોલ્ડન એઈજ
ગોલ્ડન એઈજ
ઉમ્મર વધે, શરીર કળે. એમ પણ બને.
મનમાં તોય જુવાની ફુટે, એમ પણ બને
વાંદરો જેટલો ઘરડો, ગુલાંટ તેટલી મોટી,
બુઢ્ઢો ભોંયે પછડાય, એમ પણ બને.
બરબાદ કરી જવાની જેની પાછળ, સામી મળે
‘કેમ છો, બહેન?’ પુછાય, એમ પણ બને
કરવટેં બદલતે રહે, સારી રાત ભર,
પ્રેમ નહીં; પેટમાં ગેસ હોય, એમ પણ બને.
હીયરીંગ એઈડ વાપરો છો?’ ના આપણને ન મળે
‘ ફીયરીંગ એઈડ?’ સંભળાય, એમ પણ બને.
નવાઈની વાત પડોશણ કરતાં પત્ની રુપાળી લાગે
ચશ્માં ન પહેર્યાં હોય, એમ પણ બને.
’ ઓલ્ડ એઈજ ઈઝ ગોલ્ડન‘ કહેનારને મારવા
હાથેય ન ઉંચકાય, એમ પણ બને.




Recent Comments