Posts filed under ‘ઉઘરોજ શ્રી માણીભદ્રવીર તીર્થ’
ઉઘરોજ શ્રી માણીભદ્રવીર તીર્થ
ઉઘરોજ શ્રી માણીભદ્રવીર તીર્થ
ઉઘરોજ ખુબ નાનું ગામડું છે પણ તીર્થ તરીકે ખૂબ મોટી તેની નામના છે.
અમદાવાદથી ૮૫ કી. મી. ના અંતરે આવેલું આ તીર્થ આમ તો પ્રાચીન,
અજોડ, ચમત્કારિક માણીભદ્રદેવને કારણે લાખો શ્રધ્ધારુઓ માટે શ્રધ્ધાભૂમી
છે. શંખેશ્વરથી ૪૫ કી. મી., ભોયણીથી ૨૨ કી. મી., મહેસાણાથી ૬૦ કી.મી.
અને વિરમગામથી ૩૦ કી. મી.ના અંતરે આવેલું છે. આ તીર્થ અમદાવાદ જીલ્લાના માંડલ
તાલુકામાં આવેલું છે.
ઉઘરોજના શ્રી માણીભદ્રદેવનું મંદિર આશરે ૪૩૬ વર્ષથી વધુ પ્રાચીન છે
એમ કહેવાય છે. તેમાં ૫૧ ઇંચના માણીભદ્રદેવની નવાંગી પ્રતિમા
બિરાજમાન છે.
ઉઘરોજ તીર્થ શંખેશ્વર મહાતીર્થ તથા ભોયણીજી તીર્થ વચ્ચે હાઇવે પર
આવેલ છે. એસ. ટી. બસમાં જવા માટે અમદાવાદ-બેચરાજી વાયા કડીની
ઘણીજ બસો ઉપડે છે. વિરમગામ અને કડીથી પણ ઘણા પ્રાયવેટ સાધનો
મળે છે.
ફોન : ૦૨૭૧૫-૨૪૧૧૬૪, મો. : ૯૮૯૮૩૨૫૪૨૪
તીર્થ પરિચય : કલ્યાણ શાહ
મો. ૯૨૨૭૪૫૧૧૫૧
મંત્રી : શ્રી મહાવીર શ્રુતિ મંડળ,
પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭.
ટે. નં. ૦૭૯-૨૬૬૦૯૪૪૭
OTHER LINKS :-
picasa web albums -kalyan shah
www . facebook .com /kalyanshah
www . kalyanshah . wordpress .com




Recent Comments