આભાર દર્શન
February 17, 2012 at 2:39 pm Leave a comment
આભાર દર્શન
ગુજરાત રાજ્ય લલિત કળા અકાદમી દ્વારા ૨૦૧૦-૧૧ના વર્ષ માટેનો ગૌરવ પુરસ્કાર મને અને અન્ય આઠ કલાકારોને મળ્યાના સંદર્ભમાં મારા મિત્રો, ચાહકો, પ્રશંસકો, સગા વહાલા અને સ્નેહીઓ ,તેમજ વિદ્યાર્થી મિત્રો તરફથી અભિનંદનની સતત વર્ષા થઇ રહી છે. આ સંજોગોમાં પ્રત્યેકને વ્યક્તિગત જવાબ આપવાનું શક્ય ન હોઈ ફેસ બુકના માધ્યમ દ્વારા તે સૌનો અંતરથી હાર્દિક આભાર માનું છું.
મારું આ સન્માન મારું નહિ પણ ફોટોગ્રાફીની કલાનું સન્માન છે અને તેનું મને ગૌરવ છે. મારી આ સફળતા પાછળ અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓનો હાથ અને પરિશ્રમ છે. તે પ્રત્યેકનો પણ વ્યક્તિગત આભાર માનવાનું શક્ય ન હોઈ આ માધ્યમ દ્વારા તે સૌનો પણ અંતરના ઊંડાણથી આદરપૂર્વક આભાર માનું છું.
Entry filed under: Uncategorized. Tags: .




Trackback this post | Subscribe to the comments via RSS Feed