હેપ્પી વેલેન્ટાઇન્સ ટુ ઓલ
February 14, 2012 at 1:17 pm Leave a comment
. સ્નેહની એક ક્ષણ માણવા જોઈએ બે જણ
શું તમે પ્રેમનો આગ્રહ રાખો છો ? જો એવું હોય તો તમારી કુંડળીમાં પ્રેમનો ગ્રહ હોવો જરૂરી છે. જો તમારા નસીબમાં પ્રેમ ના હોય તો શેખાદમ આબુવાલાની જેઠીમધ જેવી મીઠી પ્રેમપંક્તિઓ મમળાવજો.
તું પડી છે પ્રેમમાં કે હું પડ્યો છું પ્રેમમાં
પછી એવું નથી કે આપણે બંને છીએ વહેમમાં ?
પ્રેમ શબ્દ જેટલો અદભૂત છે તેટલોજ સમજવામાં અને અનુસરણમાં અઘરો છે. અઢી અક્ષરનો આ નાનકડો શબ્દ નાના બાળક જેટલોજ નિર્દોષ પરંતુ અહેસાસ અને અનુભૂતિમાં વિશાલ છે. અત્યંત ગુઢ છતાં અતિ વહાલો કોઈ વિષય જગત પર હોય તો તે પ્રેમ છે.
પ્રેમ શબ્દને સમજવા માટે શીરી-ફરહાદ, લયલા-મજનું અને હીર -રાંઝાને પૃથ્વી પર પાછા બોલાવવા પડે.પ્રણયનો આસ્વાદ માનવ જીવનની અલભ્ય, અદભૂત અને અસામાન્ય ઘટના છે. પ્રેમની વસંત માણવા ગ્રહોનું ગણિત સમજવું જરૂરી છે.
સૌજન્ય : દિવ્ય ભાસ્કર
૧૪-૨-૨૦૧૨
મંગળવાર
Entry filed under: Uncategorized. Tags: .
![VALENTINE COUPLE [640x480]](http://kalyanshah.files.wordpress.com/2012/02/valentine-couple-640x480.jpg?w=300&h=199)




Trackback this post | Subscribe to the comments via RSS Feed