શ્રીનાથજી દર્શન
February 10, 2012 at 3:58 pm Leave a comment
હરિ ઔમ
શ્રીનાથજી દર્શન
અહો, ધન્ય થયો આજ તુજ દર્શને
નિહાળી રવિકિરણ આપનામુખારવિન્દે;
તેજોમય થઇ રહ્યું મુખ શ્રીનાથજી
શોભી રહ્યા કાનના કુંડળ ને મુગુટજી;
થયા નયન સ્થિર, મંગલા દર્શને
આનંદ અનેરો વ્યાપી રહ્યો મનડે;
સદા રહો, મનમાં આ છબી તમારી
પ્રસન્નતાથી ભરી રહે, મારી જીંદગાની;
યાચી રહ્યો આજ પ્રભુ, તુજ પાસે
ભાવ અને ભક્તિ રહો મુજ હૃદયે.
[સોલા ભાગવત વિદ્યાપીઠમાં મંગલા
દર્શન વખતે સૂર્ય કિરણ શ્રીનાથજી પર જોતા.]
ડો. સુધીર સી. મોદી
તા. ૫-૨-૨૦૧૨
Entry filed under: Uncategorized. Tags: .




Trackback this post | Subscribe to the comments via RSS Feed