પક્ષીઓની તસ્વીર સ્પર્ધામાં પ્રથમ-બીજી ગ્લોબલ બર્ડ વોચર્સ કોન્ફરન્સ ૨૦૧૨
January 20, 2012 at 1:02 pm Leave a comment
પક્ષીઓની તસ્વીર સ્પર્ધામાં પ્રથમ
બીજી ગ્લોબલ બર્ડ વોચર્સ કોન્ફરન્સ ૨૦૧૨
બીજી ગ્લોબલ બર્ડ વોચર્સ કોન્ફરન્સ ૨૦૧૨નો નળ સરોવરની પાસે આવેલ કેન્સ્વીલે ગોલ્ફ રિસોર્ટ ખાતે પ્રારંભ થયો હતો.
તા. ૧૯ થી ૨૨ જાન્યુ., ૨૦૧૨ દરમ્યાન આયોજિત આ પરિષદમાં દેશ- વિદેશના પક્ષીવિદો ભાગ લઇ રહ્યા છે. મુખ્યત્વે ગાંધીનગર ખાતે યોજાયેલ આ પરિષદ નિમિતે મહાત્મા ગાંધી મંદિરમાં પક્ષીઓની વિવિધ જાતિ-પ્રજાતિની તસ્વીરોનું એક પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે.
કેન્સ્વીલે ગોલ્ફ રિસોર્ટ ખાતે પરિષદનો પ્રારંભ કરતા રાજ્યના આરોગ્ય અને પ્રવાસન મંત્રી શ્રી જય નારાયણભાઈ વ્યાસે તસ્વીર સ્પર્ધાના વિજેતાઓને ઇનામો એનાયત કર્યાં હતા.
પક્ષીઓની વિવિધ કેટેગરીમાં ૫૦૦ ઉપરાંત તસ્વીરોમાંથી એક્વેટીક પક્ષીઓની શ્રેણીમાં કલ્યાણ શાહની તસ્વીર કેટલ ઇગ્રેટ-ઢોર બગલોને પ્રથમ સ્થાન મળ્યું હતું. શ્રી જય નારાયણભાઈએ કલ્યાણ ભાઇની સફળતાને બિરદાવી તેમને ઇનામ એનાયત કર્યું હતું.
Entry filed under: Uncategorized. Tags: .




Trackback this post | Subscribe to the comments via RSS Feed