સબંધના મોતિ પરોવી રાખજો!!.

January 14, 2012 at 10:31 am Leave a comment

સબંધના મોતિ પરોવી રાખજો!!… એ’જીવન’ છે!!
સબંધના મોતિ પરોવી રાખજો,
વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો,
અમે ક્યાં કીધું કે અમારા જ દોસ્ત બનીને રહો,
પણ તમારા દોસ્તો ની યાદીમાં,
એક નામ અમારું પણ રાખજો !!
કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે,
કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી જાય છે,
લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,
કોઈકના પગલા કાયમ માટે યાદ રહી જાય છે!!
ઝીંદગી મળવી એ નસીબની વાત છે
મોત મળવું એ સમયની વાત છે
પણ મોત પછી પણ કોઈના દિલમાં જીવતા રેહવું
એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે..
પાનખરમાં વસંત થવું મને ગમે છે,
યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,
આંખ ભીની તો કાયમ રહે છે,
તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.
મોકલું છું મીઠીયાદ ક્યાંક સાચવી રાખજો,
મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,
તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ,
ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો.
જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે,
જે નામંજુર હોય તે જ કરવું પડે છે,
રોવાનો અધિકાર પણ નથી આપતું આ જગત,
ક્યારેક લોકોને બતાવવા માટે પણ હસવું પડે છે. . .

આંસુ સુકાયા પછી જે મળવા આવે…
એ સંબંધ છે…, ને…
આંસુ પહેલા મળવા આવે….,
એ પ્રેમ છે……
દરેક ઘર નું સરનામું તો હોય…પણ….
… ગમતા સરનામે ઘર બની જાય…..
એ જીવન છે……

Entry filed under: Uncategorized. Tags: .

CHRISTMAS CAP ON THE HEAD OF SWIMMING BIRD ભગવાન ! જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Recent Posts

Flickr Photos

LETS SWING MY VALENTINE

LETS SWING MY VALENTINE

LETS SWING MY VALENTINE

DSC_6128

More Photos

Top Clicks

  • None
© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain.
free counters

Blog Stats

  • 3,557 hits

Follow

Get every new post delivered to your Inbox.