સગપણ વિનાનું સગપણ
December 28, 2011 at 12:59 pm Leave a comment
* જેમ તમે પીંજરામાં પવનને પૂરી શકતા નથી કે
પંખીને આકાશમાં પૂરતા નથી એમ કેટલાક સંબંધો
એટલા સરસ હોય છે કે એમને સબંધના સળીઆમાં
પુરાય નહીં.
સગપણ વિનાનું સગપણ
પીંજરામાં પૂર્યો પવન ને પંખીઓને પૂર્યા આકાશમાં
નામઠામના બધા સળિયાઓ તોડીને નીકળ્યા અમે કેવા પ્રવાસમાં
કોઈ મળશે તો નામ નહિ પૂછશું રે
કોઈ મળશે તો કામ નહિ પૂછશું રે
કોઈ મળશે તો ગામ નહિ પૂછશું રે
અમે હાથને હાથમાં મૂકશું રે
પછી પડશું છૂટાં-અને એવા છૂટાં કે કોઈ નહિ કોઈની તલાશમાં
પીંજરામાં પૂર્યો પવન ને પંખીઓને પૂર્યા આકાશમાં
થોડી વાતો થશે, થોડા ગીતો ગાશું
ચાંદનીના સરવરમાં ખુલ્લા ન્હાશું
અમે સગપણ વિનાના કંઈ પણ થાશું
આજે અહિયાં હશું, કાલે ક્યાંયે જશું
કોઈ મળશે તો ઠીક, નહિ મળશે તો ઠીક, પણ પગલાં તો મળશે ઉજાસમાં
પીંજરામાં પૂર્યો પવન ને પંખીઓને પૂર્યા આકાશમાં
Entry filed under: Uncategorized. Tags: .




Trackback this post | Subscribe to the comments via RSS Feed