63rd Republic Day on 26th January, 2012.

Greetings from KALYAN SHAH

We will be celebrating 63rd Republic Day on 26th January, 2012.

The Republic Day commemorates the date on which the Constitution of India came into effect. India became a truly Sovereign State on this day.

The beginning of the occasion is always a solemn reminder of the sacrifices of the martyrs who have sacrificed their lives for the country in the freedom movement.

The festivities begin with hoisting the national flag. This is followed by a military parade which starts on Raisina Hill in New Delhi and ends at Red Fort. The military parade includes representatives from the three divisions of the Armed Forces.

This is followed by the cultural parade, with music and songs from different regions in India, showing the cultural richness and diversity in the country.

The President of India gives away the medals of bravery to the Jawans of Armed Forces for their exceptional courage in the field and also to the civilians who have distinguished themselves by their different acts of valor in different situations.

This is the day when we come together and proudly identify ourselves as true Indians. The rich culture of heritage and tradition of India is reflected on this day.

On this auspicious occasion let us

Recall the memory of valiant freedom fighters

Hold high the flag of Indian valor

Aim to develop the Nation and bring freedom and equality to all

Work hard and achieve the goals

Strengthen democracy by participation of sincere and upright citizens

Make our country corruption free

Make our country neat, clean and healthy

Give up evil social practices and lead the nation on the path of progress

Be vigilant

Unite and fight together when external challenges are detrimental to the democratic value of our Nation

January 25, 2012 at 11:30 am Leave a comment

January 20, 2012 at 1:50 pm Leave a comment

પક્ષીઓની તસ્વીર સ્પર્ધામાં પ્રથમ-બીજી ગ્લોબલ બર્ડ વોચર્સ કોન્ફરન્સ ૨૦૧૨

પક્ષીઓની તસ્વીર સ્પર્ધામાં પ્રથમ
બીજી ગ્લોબલ બર્ડ વોચર્સ  કોન્ફરન્સ ૨૦૧૨
બીજી ગ્લોબલ બર્ડ વોચર્સ  કોન્ફરન્સ ૨૦૧૨નો  નળ સરોવરની પાસે આવેલ કેન્સ્વીલે ગોલ્ફ રિસોર્ટ ખાતે પ્રારંભ થયો હતો.
તા. ૧૯ થી ૨૨  જાન્યુ., ૨૦૧૨  દરમ્યાન આયોજિત આ પરિષદમાં દેશ- વિદેશના  પક્ષીવિદો ભાગ લઇ રહ્યા છે. મુખ્યત્વે ગાંધીનગર ખાતે યોજાયેલ આ પરિષદ નિમિતે મહાત્મા ગાંધી મંદિરમાં પક્ષીઓની વિવિધ જાતિ-પ્રજાતિની તસ્વીરોનું એક પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે.
કેન્સ્વીલે ગોલ્ફ રિસોર્ટ ખાતે પરિષદનો પ્રારંભ કરતા રાજ્યના આરોગ્ય અને પ્રવાસન મંત્રી શ્રી જય નારાયણભાઈ  વ્યાસે તસ્વીર સ્પર્ધાના વિજેતાઓને ઇનામો એનાયત કર્યાં હતા.
પક્ષીઓની વિવિધ કેટેગરીમાં ૫૦૦ ઉપરાંત તસ્વીરોમાંથી એક્વેટીક પક્ષીઓની  શ્રેણીમાં કલ્યાણ શાહની તસ્વીર કેટલ ઇગ્રેટ-ઢોર બગલોને પ્રથમ સ્થાન મળ્યું હતું. શ્રી જય નારાયણભાઈએ  કલ્યાણ ભાઇની સફળતાને બિરદાવી તેમને ઇનામ એનાયત કર્યું હતું.

 

January 20, 2012 at 1:02 pm Leave a comment

Utrayan Advertisement

Utrayan Advertisement

January 18, 2012 at 10:33 am Leave a comment

સ્મરણાન્જ્લી -શ્રધાંજલિ

સ્મરણાન્જ્લી -શ્રધાંજલિ

પ્રકાશની પાંખ પર પ્રવાસે ગયેલા મહિલા ફોટોગ્રાફર શ્રીમતી હોમાઈ વ્યારાવાલાને હાર્દિક શ્રધાંજલિ .તા. ૧૨-૮-૨૦૧૦ના રોજ તેમના વડોદરાના છાણીના નિવાસ સ્થાને શ્રીમતી હોમાઈ સાથે વિતાવેલી કેટલીક યાદગાર ક્ષણોની મારી તસ્વીરો.  કલ્યાણ શાહ

\

Her residence at Chhani, Vadodra, Gujarat, India

January 17, 2012 at 7:15 am Leave a comment

ભગવાન ! જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે.

ભગવાન ! જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે.

Inbox
x
[1] હે ભગવાન ! જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે.
[2] જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું.
[3] પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.
[4] દુ:ખી થયેલો માણસ પરિસ્થિતિ અથવા પ્રારબ્ધને દોષ દઈ દે છે, પરંતુ પોતાનાં કર્મ દોષને યાદ નથી કરી શકતો.
[5] પોતાના સંતાનને પુરુષાર્થની ટેવો પાડે છે તે મા-બાપ મોટા વારસા કરતાં પણ વધુ સારી વસ્તુ તેમને આપે છે.
[6] દીકરીને સાસરે વળાવતી વખતે સંસ્કારોનો કરિયાવર કરનાર માતાપિતા સૌથી મોટો દાયજો આપે છે.
[7] જે માણસ કોઈનુંય કશું સાંભળતો જ નથી એનું ઈશ્વર પણ કંઈ સાંભળતો નથી.
[8] પરસેવો પાડ્યા વગરની કમાણી સુખ અને શાંતિની ઝડપથી સમાપ્તિ કરે છે.
[9] દુશ્મન માટે સળગાવેલી આગ, દુશ્મન કરતાં પોતાને જ વધુ બાળનારી હોય છે.
[10] દુષ્કૃત્યોને હંમેશા ઢાંકી રાખે એવો પડદો વણનાર કોઈ વણકર હજુ પાક્યો નથી.
[11] હાલ તુરંત તમારી સામે આવેલા નાના-નાના કામો અત્યારે જ કરવા માંડીએ તો મોટા કામો શોધતા શોધતા આપ મેળે જ આવી પહોંચશે.
[12] સાદાઈ, સંયમ અને સંતોષ હશે તો જ શાંતિની અનુભૂતિ થઈ શકશે.
[13] નીતિ કપડાં સમાન છે અને ધર્મ દાગીના સમાન. જેમ કપડાં વિના ઘરેણા શોભતાં નથી તેમ નીતિ વગરનો ધર્મ સારો લાગતો નથી. [14] શરીરને માત્ર સુખી કરવા જતાં આત્મા દુ:ખી ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો.
[15] બે દિવસની મુસાફરી કરવા માટે કેટલીય તૈયારી કરનારો માણસ, કાયમની મુસાફરી કરવા માટે કેમ કંઈ જ તૈયારી કરતો નથી ?
[16] જવાબ શોધવો હોય તો પહેલા સવાલને બરાબર સમજી લેવો જરૂરી છે.
[17] જગતનાં સર્વ ઝગડાઓનું મૂળ અર્થ અને કામ જ હોય છે.
[18] આંખમાં અમી તો દુનિયા ગમી, જીભમાં અમી તો દુનિયા નમી.
[19] કાચા કાન, શંકાશીલ નજર અને ઢીલું મન માણસને ગમે તેવા ઉપભોગો વચ્ચે પણ નરકનો અનુભવ કરાવે છે.
[20] સંતતિ અને સંપત્તિ એ કુદરતી દેન છે, તેને પ્રાપ્ત કરવા પાપ ન કરાય પણ પ્રયત્ન કરાય.
[21] જે માણસ પોતાની જાતને સુધારવા બેઠા હોય તેની પાસે બીજાની ટીકા કરવાનો સમય હોતો નથી.
[22] એક વાર ખાય તે યોગી, બે વાર ખાય તે ભોગી, ત્રણ વાર ખાય તે રોગી અને અનેકવાર ખાય તેની બરબાદી.
[23] અંધને રસ્તો બતાવવો, તરસ્યાને પાણી પાવું અને ભૂખ્યાને રોટલો દેવો એ શ્રેષ્ઠ દાન છે.
[24] જગતને મિત્ર બનીને જોશો તો સુંદર લાગશે અને શત્રુ બનીને જોશો તો કદરૂપ લાગશે.
[25] જે ગરીબી આળસ, વ્યસન, મૂર્ખતા, અનીતિ અને નકામા ખર્ચાઓને લીધે આવી હોય તો જરૂર શરમજનક : એ સિવાયની ગરીબી માટે જરાય શરમાવાનું ન હોય.
[26] પાણી પણ ડૂબાડતા પહેલા બે વખત બચવાની તક આપે છે, કોઈને ખુલાસો કરવા માટેની એકાદ તક તો આપો.
[27] તમારી હાજરીથી જે લોકો કાંપે છે, એ જ લોકો તમારી ગેરહાજરીમાં તમને કાપે છે.
[28] જેમ શરીરને સાફ રાખવા નિયમિત સ્નાન કરવું પડે છે, તેમ અંત:કરણને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી પડે છે.
[29] બાળકોને કેળવવા એ એક કળા છે, એમાં જેટલો સમય આપશો, એટલા મીઠાં ફળ ભવિષ્યમાં મળશે.
[30] આપણને સહુને સામે કિનારે પહોંચવાની ઉતાવળ બહુ જ છે, પરંતુ હોડીને હલેસા બીજા કોઈ મારી દે તો.
[31] બાળકોને તમે તમારો પ્રેમ આપો. વિચારો નહીં. કારણ કે એની પાસે એમના પોતાના વિચારો છે જ એને પ્રતિપાદિત થવા દો.
[32] વેઠ ઊતારનાર માણસ પોતે જ પોતાને વેઠિયાનો દરજ્જો આપતો હોય છે. કામદાર પોતાના કામમાં જ્યારે મન રેડે છે, ત્યારે તે કારીગર બને છે અને કામમાં જ્યારે હૃદય રેડે છે ત્યારે તે કલાકાર બને છે.
[33] દુનિયામાં માનપૂર્વક રહેવાનો સરળ માર્ગ એ છે કે, આપણે જેવા બહારથી દેખાવા ઈચ્છતા હોઈએ તેવા જ અંદરથી પણ રહીએ.
[34] તકની ઓળખાણની મુશ્કેલી એ છે કે એ જ્યારે આવે છે ત્યારે ખબર રહેતી નથી અને ચાલી જાય છે પછી બહુ મોટી લાગે છે.
[35] કીર્તિ મેળવવા માટે ઘણા જ સારા કામ કરવા પડે છે, પરંતુ અપકીર્તિ માટે એક જ ખરાબ કામ પૂરતું છે.
[36] પગ લપસવાથી થયેલા ઘા રૂઝાઈ જશે, પણ જીભ લપસવાથી થયેલા ઘા રૂઝાતા બહુ વાર લાગે છે.
[37] માણસ જો પોતાના મનથી શાંતિ પ્રાપ્ત ન કરી શકતો હોય, તો દુનિયાનું કોઈપણ સ્થળ તેને શાંતિ આપી શકશે નહીં.
[38] દિવસમાં બે-ત્રણ વખત સ્મશાન ને યાદ કરવામાં આવે તો બુદ્ધિમાં જરૂર ફેર પડશે

January 15, 2012 at 12:13 pm Leave a comment

સબંધના મોતિ પરોવી રાખજો!!.

સબંધના મોતિ પરોવી રાખજો!!… એ’જીવન’ છે!!
સબંધના મોતિ પરોવી રાખજો,
વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો,
અમે ક્યાં કીધું કે અમારા જ દોસ્ત બનીને રહો,
પણ તમારા દોસ્તો ની યાદીમાં,
એક નામ અમારું પણ રાખજો !!
કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે,
કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી જાય છે,
લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,
કોઈકના પગલા કાયમ માટે યાદ રહી જાય છે!!
ઝીંદગી મળવી એ નસીબની વાત છે
મોત મળવું એ સમયની વાત છે
પણ મોત પછી પણ કોઈના દિલમાં જીવતા રેહવું
એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે..
પાનખરમાં વસંત થવું મને ગમે છે,
યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,
આંખ ભીની તો કાયમ રહે છે,
તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.
મોકલું છું મીઠીયાદ ક્યાંક સાચવી રાખજો,
મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,
તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ,
ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો.
જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે,
જે નામંજુર હોય તે જ કરવું પડે છે,
રોવાનો અધિકાર પણ નથી આપતું આ જગત,
ક્યારેક લોકોને બતાવવા માટે પણ હસવું પડે છે. . .

આંસુ સુકાયા પછી જે મળવા આવે…
એ સંબંધ છે…, ને…
આંસુ પહેલા મળવા આવે….,
એ પ્રેમ છે……
દરેક ઘર નું સરનામું તો હોય…પણ….
… ગમતા સરનામે ઘર બની જાય…..
એ જીવન છે……

January 14, 2012 at 10:31 am Leave a comment

CHRISTMAS CAP ON THE HEAD OF SWIMMING BIRD

December 31, 2011 at 2:57 pm 1 comment

December 28, 2011 at 1:04 pm Leave a comment

સગપણ વિનાનું સગપણ

* જેમ તમે પીંજરામાં પવનને પૂરી શકતા નથી કે
પંખીને આકાશમાં પૂરતા નથી એમ કેટલાક સંબંધો
એટલા સરસ હોય છે કે એમને સબંધના સળીઆમાં
પુરાય નહીં.


સગપણ વિનાનું સગપણ

પીંજરામાં પૂર્યો પવન ને પંખીઓને પૂર્યા આકાશમાં
નામઠામના બધા સળિયાઓ તોડીને નીકળ્યા અમે કેવા પ્રવાસમાં
કોઈ મળશે તો નામ નહિ પૂછશું રે
કોઈ મળશે તો કામ નહિ પૂછશું રે
કોઈ મળશે તો ગામ નહિ પૂછશું રે
અમે હાથને હાથમાં મૂકશું રે
પછી પડશું છૂટાં-અને એવા છૂટાં કે કોઈ નહિ કોઈની તલાશમાં
પીંજરામાં પૂર્યો પવન ને પંખીઓને પૂર્યા આકાશમાં
થોડી વાતો થશે, થોડા ગીતો ગાશું
ચાંદનીના સરવરમાં ખુલ્લા ન્હાશું
અમે સગપણ વિનાના કંઈ પણ થાશું
આજે અહિયાં હશું, કાલે ક્યાંયે જશું
કોઈ મળશે તો ઠીક, નહિ મળશે તો ઠીક, પણ પગલાં તો મળશે ઉજાસમાં
પીંજરામાં પૂર્યો પવન ને પંખીઓને પૂર્યા આકાશમાં

 

December 28, 2011 at 12:59 pm Leave a comment

Older Posts


Recent Posts

Flickr Photos

LETS SWING MY VALENTINE

LETS SWING MY VALENTINE

LETS SWING MY VALENTINE

DSC_6128

More Photos

Top Clicks

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain.
free counters

Blog Stats

  • 3,208 hits

Follow

Get every new post delivered to your Inbox.